બોલિવૂડના પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું 72 વર્ષની ઉંમરે નિધન થયું છે.

પંકજ ઉધાસ કેન્સર સામેની લડાઈ હારી ગયા હતા અને મુંબઈમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા

તેઓ ચાર મહિનાથી સ્વાદુપિંડના કેન્સરથી પીડાતા હતા

ગઝલ ગાયકીની દુનિયામાં પોતાના અવાજનો જાદુ સર્જનાર પંકજ ઉધાસ પોતાના પરિવાર માટે કરોડોની સંપત્તિ છોડી દીધી હતી.

ગઝલ ગાયક પંકજ ઉધાસ લાઈમલાઈટથી દૂર રહેતા હતા પરંતુ સોશિયલ મીડિયા દ્વારા તેમના ફેન્સ સાથે જોડાયેલા રહ્યા હતા

પોતાના જીવનમાં તેણે ઘણી ખ્યાતિ મેળવી અને પૈસા પણ કમાયા.

તેમને 2006માં પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

તેમની નેટવર્થ વિશે વાત કરીએ તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંકજ ઉધાસ 24 થી 25 કરોડ રૂપિયાની સંપત્તિના માલિક હતા.

પંકજ ઉધાસને સંગીત જગતના લેજેન્ડ કહેવામાં આવે છે.

દરેક ઉંમરના લોકો તેમના ગીતો સાંભળવાનું પસંદ કરે છે.

પંકજ ઉધાસના અવાજમાં એવો જાદુ છે કે તેમના ગીતો અને ગઝલો સાંભળીને કોઈપણ મંત્રમુગ્ધ થઈ જાય છે.