આજના સમયમાં સ્માર્ટફોન આપણી રોજીંદી જરૂરિયાત બની ગયો છે

જોકે, ફોનની બેટરી ઝડપથી પૂરી થઈ જવી એ એક ખૂબ જ સામાન્ય સમસ્યા છે

સ્માર્ટફોનમાં કેટલાક એવા એપ્સ હોય છે જે બેકગ્રાઉન્ડમાં સતત એક્ટિવ રહીને બેટરી વાપરતા રહે છે.

સોશિયલ મીડિયા એપ્સ સૌથી વધુ બેટરી વાપરે છે. સતત ઈન્ટરનેટ, લોકેશન અને નોટિફિકેશન પ્રોસેસ ચાલુ રહેવાને કારણે બેટરી ઝડપથી ઓછી થાય છે.

YouTube અને Netflix જેવી વિડિયો સ્ટ્રીમિંગ એપ્સ લાંબા સમય સુધી ફોનની સ્ક્રીન ઓન રાખે છે

પ્રોસેસર અને RAM નો વધુ ઉપયોગ કરતી હાઈ-ગ્રાફિક્સ ગેમિંગ એપ્સ ફોન પર વધુ લોડ પાડે છે અને બેટરી ઝડપથી પૂરી કરે છે.

Google Maps જેવી નેવિગેશન એપ્સ સતત GPS અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતી હોવાથી બેટરી પર સૌથી વધુ અસર પાડે છે.

WhatsApp અને Telegram જેવા મેસેજિંગ એપ્સ બેકગ્રાઉન્ડમાં સતત એક્ટિવ રહે છે

ખાસ કરીને જ્યારે ઓટો-મીડિયા ડાઉનલોડ અને નોટિફિકેશન્સ ઓન હોય.

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે