તાજેતરમાં જ ટીવી એક્ટ્રેસ ગરિમા દીક્ષિતે સોશિયલ મીડિયા પર નવી તસવીરો શેર કરી હતી. તેણે ગુડન તુમસે ના હો પાયેગામાં ભજવેલ સિદ્ધિ સિંહના પાત્રથી લોકપ્રિયતા મેળવી હતી. ટીવી શો ઉપરાંત અભિનેત્રી ભોજપુરી સિનેમામાં પણ સક્રિય છે. એક્ટ્રેસે ફક્ત 22 વર્ષની ઉંમરમાં નામના મેળવી છે. ગરિમા મૂળ ઉત્તર પ્રદેશના મુરાદાબાદની છે પરંતુ હાલમાં તે મુંબઈમાં રહે છે. ગરિમા આગામી સમયમાં 'દીદીયા કે દેવર દિલ લે ગેલ'માં જોવા મળશે જે એક ભોજપુરી ફિલ્મ છે.