હાલમાં ઇજિપ્તમાં હિના ખાન બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. હિના ખાનની આ વેકેશનની તસવીરો ખૂબ વાયરલ થઇ છે. હિના ખાન વેલેન્ટાઈન વીક અને બોયફ્રેન્ડનો બર્થ ડે સેલિબ્રેટ કરવા ઈજિપ્ત પહોંચી છે. હિના ખાને ત્યાં કામ કરતા કર્મચારીઓ સાથેની તસવીરો પણ શેર કરી છે. હિના ખાનની આ તસવીરો પર લાખો લાઇક્સ મળી ચૂકી છે. અભિનેત્રીએ નવી તસવીરોમાં પોતાનો ગ્લેમરસ લૂક બતાવ્યો છે. તમામ તસવીરો હિના ખાનના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.