સીરિયલ 'મહાભારત'માં 'શકુની મા'નું પાત્ર ભજવીને ખૂબ જ ફેમસ બનેલા ગૂફી પેન્ટલ ખૂબ જ બીમાર છે તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગૂફી લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા છે અને તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. ટીવી એક્ટ્રેસ ટીના ઘાઈએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ગૂફી પેન્ટલની હાલત ગંભીર હોવાની પુષ્ટિ કરી છે. ગુફી પેન્ટલ એક્ટર બનતા પહેલા એન્જિનિયર હતા. ગુફી પેન્ટલે 1975માં રિલીઝ થયેલી ફિલ્મ 'રફુ ચક્કર'થી ઈન્ડસ્ટ્રીમાં તેની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી તેમની લાંબી ફિલ્મી સફરમાં તેમણે અનેક પ્રકારના પાત્રોને ખૂબ જ સુંદર રીતે પડદા પર લાવ્યા. અભિનય સિવાય તેણે ઇન્ડસ્ટ્રીમાં ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. બીઆર ચોપરાની સીરીયલ મહાભારતમાં શકુની મામાનું પાત્ર ભજવીને તેઓ દરેક ઘરમાં જાણીતા બન્યા. આજે પણ આ પાત્ર લોકોના મનમાં જીવંત છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ