એનસીપીના મહિલા નેતા રેશમા પટેલે સગાઈ કરી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. રેશમા પટેલે ગોંડલના ચિંતન સોજીત્રા સાથે તાજેતરમાં સગાઈ કરી છે. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને સત્તાવાર જાણકારી આપી છે. રેશમા પટેલે રિંગ સેરેમનીના ફોટો અને વીડિયો શેર કર્યા છે તેમણે લખ્યું છે કે, મેં મારું લાસ્ટ નામ ચેન્જ કરવાનો નિર્ણય કરી લીધો છે. મારા જીવનમાં આવેલી સર્વશ્રેષ્ઠ વ્યક્તિ છે તેમ પણ તેમણે લખ્યું છે ફિયાન્સ ચિંતન સોજીત્રા સાથે રેશમા પટેલ તમામ તસવીર સૌજન્યઃ રેશમા પટેલ ઈન્સ્ટાગ્રામ