નવરાત્રીના નવ દિવસ સુરતમાં ગરબાની રમઝટ બોલાવ્યા બાદ હાલ ગીતા રબારી પતિ સાથે અમેરિકા પ્રવાસે છે. અમેરિકામાં ગરબા બાદ તેમણે પતિ સાથે તેમણે જેટ સ્કી રાઇડની મજા માણી હતી. ગીતા રબારીએ જેટ સ્કી રાઈડની મજા માણતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેટ સ્કી રાઈડની મજા માણતી વખતે ગીતા રબારીએ વિકટરી પોઝ આપ્યો હતો. ગીતા રબારીએ તેમની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. કેટલીક તસવીરોમાં ગીતા રબારીની પાછળ તેમના પતિ પૃથ્વી રબારી બેઠેલા જોઈ શકાય છે. ગીતા રબારી સામાન્ય રીતે પરંપરાગત પોષાકમાં જોવા મળે છે પરંતુ અમેરિકામાં તેમનો અલગ જ અંદાજ જોવા મળ્યો. આ તસવીરમાં તેમણે ડેનિમ ડંગરી અને બ્લેક ગોગલ્સ પહેરીને પતિ સાથે આકર્ષક પોઝ આપ્યો છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ