ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે આજે 160 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી. જેમાં અમરેલીમાંથી કૌશિક વેકરિયાના નામની જાહેરાત કરવામાં આવી છે. કૌશિક વેકરિયાની ઉંમર માત્ર 36 વર્ષ છે. કૌશિક વેકરિયા હાલ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ છે. કૌશિક વેકરિયા અમરેલીના દેવરાજીયા ગામના છે. 2011 થી 2016 સુધી તેઓ ગામના સરપંચ રહી ચુક્યા છે. કૌશિક વેકરિયા 2002થી વિવિધ સંગઠનોમાં સક્રિય છે. કૌશિક વેકરિયાના પત્નીનું નામ શગુણાબેન છે અને તેમને સંતાનમાં એક પુત્રી છે. કૌશિક વેકરિયાના નામની જાહેરાત થતાં તેમના ગામમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. (તમામ તસવીસ સૌજન્યઃ ફેસબુક) (તમામ તસવીસ સૌજન્યઃ ફેસબુક)