ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઈ ગઈ છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા અનેક જાણીતા કલાકારો ભાજપમાં સામેલ થયા હતા.

ગુજરાતના જાણીતા લોક ગાયક જીગ્નેશ કવિરાજને પણ ચૂંટણી લડવાના અભરખા જાગ્યા છે.

જીગ્નેશ કવિરાજ ખેરાલુથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી શકે છે.

જીગ્નેશ નજીકના સૂત્રો તરફથી મળેલી માહિતી મુજબ જીગ્નેશ અપક્ષ ચૂંટણી લડશે.

લોકગાયક તરીકે ખ્યાતિ પામેલા જીગ્નેશ બારોટનું મૂળ વતન ખેરાલુ છે.

જીગ્નેશ કવિરાજની ગણના ગુજરાતના ટોચના લોકગાયકમાં થાય છે.

જીગ્નેશ કવિરાજના અનેક ગીતોએ ધૂમ મચાવી છે.

માત્ર ગુજરાત, દેશ જ નહીં વિદેશમાં પણ જીગ્નેશ કવિરાજના અનેક કાર્યક્રમો થયા છે.

સ્ટેજ પર ઠુમકા મારવાની જીગ્નેશ કવિરાજની અદા મણીરાજ બારોટની યાદ અપાવે તેવી છે.

ગુજરાતના જાણીતા સિંગર અલ્પા પટેલ સાથે જીગ્નેશ કવિરાજ.

કિંજલ દવે સાથે જીગ્નેશ કવિરાજ (તમામ તસવીર સૌજન્ય- ફેસબુક)