રાજકોટ અમદાવાદ હાઇવે પર માલિયાસણ ગામ પાસે બરફની હાઇવે પર ચાદર છવાઈ ગઈ હતી લોકોએ વાહનો સાઇડમાં રાખી બરફમાં ઉભા રહીને મોજ કરી હતી. માલીયાસણ હાઇવે પર આવેલા બ્રિજ પર વાહનોની લાઈનો લાગીહતી હાઈવે પર બેથી ત્રણ ઇંચ જેટલી બરફની ચાદર છવાઈ ગઈ હતી. અહીંથી પસાર થતાં લોકોએ પરિવાર સાથે બરફમાં ઉભા રહીને ફોટા પડાવ્યા હતા. લોકો ફોટા પડાવવા માટે વાહન પાર્ક કરીને ઉભા રહી જઈ જતા થોડીવાર માટે ટ્રાફિક જામ પણ સર્જાયો હતો લોકોએ તેમની કાર હાઈવે પર પાર્ક કરીને ફોટોશૂટ કરાવ્યું હતું કરાની મોજ માણતાં લોકો હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી અનુસાર રાજ્યમાં માવઠાની શરૂઆત થઈ ચૂકી છે.