આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 73મો જન્મદિવસ છે. છેલ્લા 9 વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હંમેશા પોતાના જન્મદિવસ પર માતાના આશીર્વાદ લેવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ વખતે એવું થશે નહીં. 30 ડિસેમ્બર, 2022ના રોજ હીરાબેન મોદીનું નિધન થયું હતું. હીરાબેનના નિધન બાદ આ વખતે પ્રથમ વખત વડાપ્રધાન મોદી તેમનો જન્મદિવસ માતાના આશીર્વાદ વગર ઉજવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમયાંતરે આ યાદોનો ઉલ્લેખ કરતા રહે છે. બાળપણની યાદો હોય કે રાજકીય વ્યસ્તતાઓ વચ્ચે માતાને મળવાની તસવીરો હોય. દરેક તસવીરમાં માતા અને પુત્ર વચ્ચેના અતૂટ સંબંધની ઝલક જોવા મળે છે નરેન્દ્ર મોદી જ્યારે ગાંધીનગર આવતા ત્યારે સમય કાઢીને માતાને મળવા પહોંચી જતા હતા. 2016માં માતા હીરાબેન તેમના પુત્રને મળવા વડાપ્રધાન આવાસે ગયા હતા. પીએમ મોદીના ચહેરા પર આજે માતા વિના તેમનો જન્મદિવસ ઉજવવાની વેદના પણ હશે.