બેટ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન PM મોદીએ કર્યા હતા. શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે PM મોદીએ પૂજા અર્ચના કરી હતી અને ધ્વજાજી પણ ચઢાવી હતી. પીએમ મોદીએ દેશ અને દુનિયાના ઉત્થાન માટે દ્વારકાધીશની પૂજા પ્રાર્થના કરી હતી દ્વારકાધીશના દર્શન બાદ પીએમ મોદીએ સુદર્શન સેતુનું લોકાર્પણ કર્યુ હતું પીએમ મોદીએ સુદર્શન સેતુ પર લટાર પણ મારી હતી સુદર્શન સેતુ પરથી તેમણે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું આ અત્યાધુનિક બ્રિજનું નિર્માણ રૂ.979 કરોડના ખર્ચે થયું છે 2.3 કિમી લંબાઈના બ્રિજની સાથે 2.45 કિમીનો એપ્રોચ રોડ પણ બનાવાયો છે સુદર્શન સેતુ દ્વારા બેટ દ્વારકા જતા દર્શનાર્થીઓની સુવિધામાં વધારો થશે