બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન સોમનાથ મહાદેવના દર્શને પહોંચી હતી. અભિનેત્રી રવિના ટંડન અને તેની દીકરી રાશા થડાની સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચ્યા હતા દરમિયાન બંનેએ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કર્યા હતા. મંદિરના પૂજારીએ મહાદેવનો પ્રસાદ આપી બંન્નેને આશિર્વાદ આપ્યા હતા. રવિનાએ સોમનાથ મહાદેવના દર્શન કરીને ધન્યતા પ્રાપ્ત કરી હતી. રવિના ટંડન અને તેની પુત્રીએ મહાદેવજીની વિશિષ્ટ પૂજા અર્ચના કરી હતી રવિના ટંડન અને તેની પુત્રીએ મહાદેવ પર જળાભિષેક પણ કર્યો હતો ‘હું અને મારી પુત્રી આજે સોમનાથ મહાદેવના દર્શન કરવા આવ્યા છીએ.’ ‘સોમનાથ મહાદેવના દર્શન કરીને અમે ધન્યતા અનુભવું છું’. All Photo Credit: Instagram