ગીતા રબારી ગુજરાતની ટોચની ગાયિક પૈકીની એક છે. ગીતા રબારીને ‘કચ્છી કોયલ’ તરીકે ઓળખવામાં આવે છે. ગીત-સંગીત કે ડાયરાના પ્રોગ્રામમાં ગીતા રબારી ટ્રેડિશનલ લુકમાં જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ગીતા રબારીની વેસ્ટર્ન લુકમાં અનેક તસવીરો છે. ગીતા રબારી સોશિયલ મીડિયા પર ફેંસ સાથે તેમની તસવીરો શેર કરતાં રહે છે. વિદેશમાં ગીતા રબારીના કાર્યક્રમમાં ડોલર અને પાઉન્ડનો વરસાદ થાય છે. રોણા શેરમા... ગીતથી ગીતા રબારી લોકપ્રિય બન્યા. ગીતા રબારીએ ફ્કત ધો.10 સુધી જ અભ્યાસ કર્યો છે, જે બાદ સમગ્ર ધ્યાન ગાવા પર જ આપ્યું છે. ગીતા રબારીના કાર્યક્રમોમાં સેંકડોની સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે. ગીતા રબારીનો જન્મ અને ઉછેર અંજારમાં થયો છે.