ટીવી એક્ટ્રેસ અદા ખાનનો આજે જન્મદિવસ છે. તેણે એકતા કપૂરની ‘નાગિન’માં શેષ નાગિનની ભૂમિકા ભજવી હતી. અદા ખાન પોતાની ગ્લેમરસ તસવીરોના કારણે ચર્ચામાં છે. તે સુંદરતા મામલે બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે. તેણે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ફોટોશૂટની તસવીરો શેર કરી હતી. અદા ખાન સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે . અદાની સુંદર સ્ટાઈલ તેના ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. એક્ટિંગની દુનિયામાં આવ્યા અગાઉ અદા ખાન કોલ સેન્ટરમાં કામ કરતી હતી. તાજેતરમાં અદા ખાન એકતા કપૂરના શો 'નાગિન 6'માં કેમિયો રોલમાં જોવા મળી હતી. અદાએ વર્ષ 2009માં 'પાલમપુર એક્સપ્રેસ' સીરિઝથી ટીવીમાં પ્રવેશ કર્યો હતો. All Photo Credit: Instagram