દરમિયાન હાર્દિકની પત્ની નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો શેર કરી છે. તસવીરોમાં નતાશા વ્હાઇટ બિકિનીમાં જોવા મળી રહી છે. નતાશા બિકિનીમાં સ્વીમિંગ પૂલમાં એન્જોય કરતી જોવા મળી રહી છે. નતાશાના ફોટા તેની ભાભી પંખુરી શર્મા અને સિંગર આસ્થા ગિલે લાઇક કર્યા છે. સાથે ઈશાંત શર્માની પત્ની પ્રતિમા સિંહે પણ કોમેન્ટ કરી હતી. હાલમાં નતાશા પતિ હાર્દિક પંડ્યા સાથે મુંબઈમાં છે. તે સ્ટેડિયમમાં રહીને ગુજરાતની ટીમને ચીયર કરતી જોવા મળે છે. હાર્દિક પંડ્યા અને સર્બિયન મોડલ નતાશાએ એક વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ માર્ચ 2020માં લગ્ન કર્યા હતા. જુલાઈ 2020માં નતાશાએ પુત્રને જન્મ આપ્યો હતો. તમામ તસવીરો નતાશાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લેવામાં આવી છે.