બેડ કોલેસ્ટ્રોલ વધવાથી લોકો હાર્ટની બીમારીનો શિકાર બને છે લોકો બેડ કોલેસ્ટ્રોલ વધવા પાછળ ખરાબ જીવનશૈલીને જવાબદાર માને છે ખાવા-પીવાની અનિયમિત આદતો, જંક ફૂડ, શરાબનું વધુ પડતું સેવન અને કસરતના અભાવને કારણે બેડ કોલેસ્ટ્રોલ ઝડપથી વધે છે. વિટામીન B3ની ઉણપને કારણે પણ બેડ કોલેસ્ટ્રોલ વધે છે. વિટામિન B3 સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વિટામિન B3 નો ઉપયોગ કોલેસ્ટ્રોલ અને હૃદય રોગના જોખમને ઘટાડવા માટે થાય છે. તે બ્લડ પ્રેશરને પણ અસર કરે છે. વિટામિન B3 એચડીએલ અથવા ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે અને ટ્રાઇગ્લિસરાઈડ્સ ઘટાડે છે. તમારા ડાયટમાં ચિકન, મશરૂમ્સ, બ્રાઉન રાઈસ અને મગફળીને સામેલ કરો આ ફૂડ્સ બેડ કોલેસ્ટ્રોલને ઝડપથી નિયંત્રિત કરવામાં મદદ મળે છે. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો