ઠંડીથી બચવા માટે ઘણા લોકો હીટર અથવા બ્લોઅર વડે રૂમને ગરમ કરી રહ્યા છે. ઘણા ઘરોમાં આખો દિવસ હીટર ચાલુ રહે છે. તેનાથી રૂમ ગરમ રહે છે અને ઠંડીથી પણ રાહત મળે છે પરંતુ તે ખતરનાક પણ હોઈ શકે છે. તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોના મતે જો ઠંડીથી બચવા માટે રૂમ હીટરનો ઉપયોગ સાવધાનીથી કરવામાં આવે તો કોઈ સમસ્યા નથી પરંતુ જો તમે બંધ રૂમમાં આખી રાત હીટર ચાલુ રાખીને સૂતા હોવ તો રૂમમાં કાર્બન મોનોક્સાઈડ ગેસ વધે છે ઓક્સિજનનું સ્તર ઓછું હોઈ શકે છે. ઓરડામાં વધારે કાર્બન મોનોક્સાઇડથી મોત થઇ શકે છે. જેના કારણે બ્લડ સપ્લાય બંધ થઈ શકે છે અને બ્રેઈન હેમરેજ જેવી સમસ્યા થઈ શકે છે. બંધ રૂમમાં સતત હીટર ચલાવવાથી ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે. રૂમ હીટરમાંથી નીકળતો કાર્બન મોનોક્સાઇડ ગેસ સ્વાસ્થ્ય માટે જોખમી છે. આ જ કારણ છે કે લાંબા સમય સુધી રૂમ હીટરનો ઉપયોગ ટાળવો જોઈએ. Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો