કબજિયાતના દર્દીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં જો તમે પણ કબજિયાતથી પરેશાન છો તો તમારે તમારા ડાયટમાં કેળાનો સમાવેશ કરવો જોઈએ. કેળા ફાઈબર અને વિટામિન A, B6, C અને Dનો પણ સમૃદ્ધ સ્ત્રોત છે જે કબજિયાતમાં રાહત આપે છે. કેળા બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. કેળા કબજિયાતને નિયંત્રિત કરવામાં ફાયદાકારક છે. તે સિવાય ડાયરિયા થવા પર કેળા ખાવાથી ફાયદો થાય છે. કેળા યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનમાં ફાયદાકારક છે. શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ મદદ કરે છે. ઘણા લોકો સવારે ખાલી પેટ કેળાનું સેવન કરે છે. આમ કરવાથી શુગર લેવલ ઝડપથી વધી શકે છે. જો તમને અપચો, ઉધરસ અથવા અસ્થમા હોય તો તમારે રાત્રે કેળા ખાવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી કફ દોષ વધી શકે છે. જો કે, તમારે હળવો ખોરાક ખાધા પછી અને બપોરની આસપાસ તેનું સેવન કરવું જોઈએ. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો