શિયાળામાં રોજ મગફળીનું સેવન કરવાથી શરીર ગરમ રહે છે, જેનાથી શરદી અને ઉધરસની સમસ્યામાં રાહત મળે છે. મગફળીમાં રહેલું પ્રાકૃતિક તેલ ગળામાં થતી લાળથી રાહત અપાવવામાં મદદ કરે છે. જે શ્વાસ લેવામાં સરળતા બનાવે છે. મગફળીમાં ઓમેગા-6 ફેટી એસિડ ભરપૂર માત્રામાં હોય છે, જે શરીરમાં બળતરા ઘટાડે છે અને શરદી અને ઉધરસમાં રાહત આપે છે. મગફળીને વિટામિન ઇનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. તેમજ તેને ખાવાથી ગળાના સોજાને ઓછો કરવામાં મદદ મળે છે. સામાન્ય રીતે શરદી અને ઉધરસને કારણે લોકો નબળાઈ અનુભવે છે. આવી સ્થિતિમાં મગફળીનું સેવન કરવાથી શરીરને એનર્જી મળી શકે છે. મગફળીમાં ઝિંક, પ્રોટીન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. શરદીના કિસ્સામાં, કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો. આવું કરવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.