દરરોજ મોડો નાસ્તો કરવો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. જો દરરોજ મોડા નાસ્તો કરવાની તમારી આદત છે, તો આજે જાણી લો તેનાથી થતા ગેરફાયદા. જો તમે વજન ઘટાડતા હોવ અને મોડા નાસ્તો કરો તો તમારું વજન વધી શકે છે. તેથી મોડો નાસ્તો ન કરો. દરરોજ મોડો નાસ્તો કરવાથી શરીરમાં બ્લડ શુગર લેવલ પણ ઘટી જાય છે, જેના કારણે ચક્કર આવવાની શક્યતા વધી જાય છે. દરરોજ મોડો નાસ્તો કરવાથી મેટાબોલિઝમ પર ખરાબ અસર પડે છે, જેના કારણે તમારું મેટાબોલિઝમ ધીમુ થવા લાગે છે. નાસ્તો મોડો કરવાથી ભૂખ સંબંધિત હોર્મોન્સનું સ્તર વધે છે. લાંબા સમય સુધી આ આદત હોર્મોનલ અસંતુલનનું કારણ બની શકે છે. આ સમસ્યાઓથી બચવા માટે નાસ્તો યોગ્ય સમયે લેવો જોઈએ. નાસ્તો કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 7 થી 9 છે.