હા, તમે દાડમને ખાલી પેટ ખાઈ શકો છો તેને ખાવાના ઘણા ફાયદા છે. રોજ ખાલી પેટ દાડમ ખાવાથી શરીરના કોષોને ફ્રી રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવવામાં મદદ મળે છે. તેને ખાલી પેટ ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેને ખાલી પેટ ખાવાથી તમારી કિડની સ્વસ્થ રહે છે. ખાલી પેટ દાડમ ખાવાથી આપણું પાચનતંત્ર પણ સારું રહે છે. સાથે જ ખાલી પેટ દાડમનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. તેને સવારે ખાલી પેટ ખાવાથી સ્કિન હાઈડ્રેટ રહે છે અને ત્વચા ચમકદાર બને છે. દાડમના એન્ટિમાઇક્રોબાયલ ગુણો તેને અસરકારક એન્ટિબાયોટિક બનાવે છે જે ચેપ અને હાનિકારક બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે