શું તમને ક્યારેય અભ્યાસ કરતા કરતા ઊંઘ આવી ગઇ છે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં આ અનુભવ ખૂબ જ સામાન્ય છે પરંતુ શું તમે જાણો છો કે અભ્યાસ કરતી વખતે ઊંઘ આવવા પાછળના કારણો શું છે? અભ્યાસ એ માનસિક રીતે થકવી નાખનારી પ્રક્રિયા છે. જ્યારે આપણે વાંચીએ છીએ ત્યારે આપણું મગજ નવી માહિતી મેળવવા અને તેની પ્રક્રિયા કરવાનો સતત પ્રયાસ કરે છે. જો તમને રાત્રે પૂરતી ઊંઘ ન આવે તો તમને દિવસ દરમિયાન ઊંઘ આવવી સ્વાભાવિક છે. જો તમને કોઈ વિષયમાં રસ ન હોય અથવા અભ્યાસને બોજ તરીકે જોશો તો તમારું મગજ ઝડપથી થાકી જશે જો તમે લાંબા સમય સુધી એક જ સ્થિતિમાં બેસીને વાંચો છો અથવા રૂમમાં એકલા વાંચો છો તો તમારું શરીર અને મન ઝડપથી થાકી જાય છે Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો