ભારતીયો ચાના શોખીનોની સંખ્યા કરોડોમાં છે. શિયાળાની ઋતુમાં ચાનું સેવન વધી જાય છે.



કેટલાક લોકો ચાના એટલા શોખીન હોય છે કે તેઓ મન થાય ત્યારે ચા પી લે છે.



ઘણીવાર લોકો ઠંડી ચાને ફરીથી ગરમ કરીને પીતા હોય છે.પરંતુ આમ કરવું આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક નથી.



જો તમે પણ આવી ભૂલ કરી રહ્યા છો તો તે તમારા સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે.



જ્યારે તમે ચાને ફરીથી ગરમ કરીને પીઓ છો ત્યારે ચાના તમામ ગુણો બહાર નીકળી જાય છે



ઠંડી ચાને ફરીથી ગરમ કર્યા પછી પીવાથી ઝાડા, ઉલટી અને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.



જો તમે તૈયાર કરેલી ચાને લાંબા સમય સુધી રાખો છો તો તેમાં બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે



આવી સ્થિતિમાં આ ચાને ફરીથી ગરમ કર્યા પછી પીવું આપણા શરીર માટે નુકસાનકારક છે.



ખાલી પેટે ચા ક્યારેય ન પીવો કારણ કે તેનાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.



સોશિયલ મીડિયા પર એવી વાતો થાય છે કે ઠંડી ચા ગરમ કરીને પીવાથી કેન્સર થઇ શકે છે



જોકે નિષ્ણાંતોએ આ દાવાઓને ખોટા ગણાવ્યા હતા



તેઓના મતે ઠંડી ચા ગરમ કરીને પીવાથી કેન્સર થાય છે તે વાત એકદમ ખોટી છે.



તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો