આજકાલ હાર્ટને લગતી બીમારીઓ વધી રહી છે તેની પાછળનું કારણ ખરાબ લાઇફસ્ટાઇલ છે હાઈ બ્લડ પ્રેશર, ખરાબ કોલેસ્ટ્રોલ વધવા જેવી સમસ્યાઓ થવા લાગે છે શરીરમાં બે પ્રકારના કોલેસ્ટ્રોલ હોય છે એક HDL જે સારું માનવામાં આવે છે અને બીજું એલડીએલ જેને ખરાબ કોલેસ્ટ્રોલ કહેવાય છે. જો એલડીએલનું સ્તર ખૂબ વધી જાય છે તો તે પ્લેકના રૂપમાં ધમનીઓમાં જમા થવા લાગે છે હૃદયને સ્વસ્થ રાખવા માટે સારું કોલેસ્ટ્રોલ વધારવું જરૂરી છે બદામ, અખરોટ, કાજુ, આ ત્રણેય નટ્સમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જેને હેલ્ધી ફેટ કહેવાય છે શાકાહારી લોકો સારા કોલેસ્ટ્રોલને વધારવા માટે આ બદામને તેમના ડાયટમાં સામેલ કરી શકે છે. મેકરેલ, સૅલ્મોન વગેરે માછલીઓમાં ઓમેગા 3 ફેટી એસિડ સારી માત્રામાં જોવા મળે છે તેથી તમે આ માછલીઓને તમારા આહારમાં સામેલ કરી શકો છો.