ગાજરનો હલવો શિયાળામાં ખૂબ જ ખાવામાં આવે છે. તેમાં કેટલાય પ્રકારના ડ્રાયફ્રૂટ્સ અને દૂધનો ઉપયોગ કરવામાં આવે છે આનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે ગાજરમાં હાજર વિટામિન એ આખો માટેે ફાયદાકારક છે ટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ ત્વચા અને વાળ માટે ફાયદાકારક છે ગાજરમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે જે હાડકાંને મજબૂત બનાવે છે. ગાજરમાં હાજર બીટા કેરોટીન ત્વચાને બાહ્ય પ્રદૂષણ અને યુવી કિરણોથી બચાવે છે. ગાજરના હલવામાં દૂધ ઉમેરવામાં આવે છે, જે શરીરને સારી માત્રામાં કેલ્શિયમ અને પ્રોટીન પ્રદાન કરે છે. અહીં આપવામા આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે