શિયાળાની ઋતુ ચાલી રહી છે. લોકો રોગોથી બચવા અને શરીરને ગરમ રાખવા માટે ડ્રાયફ્રૂટ્સ ખાય છે.



આ ખાવાથી શરીરને વિટામિન, મિનરલ્સ અને ફાઈબર સહિત તમામ પોષક તત્વો મળે છે.



પરંતુ જો તમે શિયાળામાં દરરોજ 5 પ્રકારના ડ્રાયફ્રૂટ્સ ખાશો તો તેની તમારા સ્વાસ્થ્ય પર શું અસર પડશે?



અખરોટ, બદામ, કાજુ, પિસ્તા અને કિસમિસ જેવા પાંચ પ્રકારના ડ્રાયફ્રૂટ્સ ખાવા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.



નિષ્ણાતો કહે છે કે ડ્રાય ફ્રૂટ્સ પ્રકૃતિમાં ગરમ હોય છે. તેથી તેમને પાણીમાં પલાળીને ખાવાની સલાહ આપવામાં આવે છે.



ડ્રાય ફ્રૂટ્સમાં તમને ફાયબર મળે છે, જે તમારી પાચનક્રિયાને સુધારે છે અને કબજિયાતથી રાહત આપે છે.



આ સિવાય વિટામિન્સ અને મિનરલ્સ પણ ભરપૂર માત્રામાં મળી આવે છે, જે શરીરને એનર્જી આપે છે



ફળોમાં પોટેશિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે ખૂબ જ જરૂરી છે.



ડ્રાય ફ્રૂટ્સમાં વધારે કેલરી હોય છે, જેનાથી વજન સરળતાથી વધી શકે છે.



તમારે સંતુલિત માત્રામાં ડ્રાયફ્રૂટ્સનું સેવન કરવું જોઈએ.



Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો