ઈંડા એ પોષક તત્વોનો એક મોટો સ્ત્રોત છે જે આપણા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે આપણા લોહીમાં લિપિડ સ્તરને સંતુલિત કરવામાં અને શરીરની મજબૂત બનાવવામાં મદદ કરે છે. ઈંડાની જર્દી અને સફેદ ભાગમાં મળતા પોષક તત્વોમાં તફાવત છે. ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન, વિટામીન અને મિનરલ્સ હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરે છે ઇંડા એ પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે જે સ્નાયુઓની વૃદ્ધિ અને સમારકામમાં મદદ કરે છે. ઈંડામાં વિટામિન ડી, વિટામિન બી12, ફોલિક એસિડ અને ઝિંક જેવા પોષક તત્વો જોવા મળે છે. વિટામિન ડી હાડકાંને મજબૂત કરવામાં અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. ઈંડામાં રહેલા પ્રોટીન અને વિટામિન્સ શરીરને એનર્જી આપે છે. તમે બાફેલું ઈંડું બ્રેકફાસ્ટ, લંચ કે ડિનરમાં સામેલ કરી શકો છો. જો તમે વજન ઘટાડવા ઈચ્છો છો તો તમે ઈંડાનું જ સેવન કરી શકો છો. હૃદય રોગથી પીડિત લોકોએ ઓછી માત્રામાં ઈંડાનું સેવન કરવું જોઈએ. Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો