સ્વસ્થ જીવનશૈલી જીવવા માટે સ્વસ્થ આહારની સાથે શારીરિક કસરત પણ ખૂબ જ જરૂરી છે. આયુર્વેદિક ગ્રંથોમાં આદુને સૌથી મહત્વપૂર્ણ ઔષધિઓમાંની એક ગણવામાં આવે છે. ઘણા લોકો દરરોજ ચામાં આદુ નાખીને પીતા હોય છે આદુનું સેવન અપચો અથવા ઉબકાની સ્થિતિમાં ખૂબ જ રાહત આપે છે. જો તમે તેનું વધુ માત્રામાં સેવન કરો છો તો તેનાથી મોટી સમસ્યા થઈ શકે છે. આદુ રક્ત પરિભ્રમણ તેમજ હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. જો કે વધુ પડતા આદુનું સેવન કરવાથી લોહી ખૂબ પાતળું થઈ શકે છે અને રક્તસ્રાવની સમસ્યા થઈ શકે છે. નિષ્ણાતોના મતે જે લોકો લોહીને પાતળું કરવાની દવાઓ લેતા હોય તેઓએ આદુ ઓછું ખાવું જોઈએ. સગર્ભા સ્ત્રીઓએ આદુનું સેવન કરવામાં સાવધાન રહેવું જોઈએ આદુ કેન્સરના કોષોને નષ્ટ કરવામાં સક્ષમ છે. પેટ સંબંધિત સમસ્યાઓમાં તે ફાયદાકારક છે. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો