શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા લોહીમાં આખરે કેટલું આયર્ન હોય છે?

શરીરમાં રહેલું આ આયર્ન ઓક્સિજનને શરીરના દરેક અંગ સુધી પહોંચાડવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે.

જો શરીરમાં લોહતત્વની ઉણપ સર્જાય, તો નબળાઈ, સતત થાક લાગવો અને એનિમિયા જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

આવો જાણીએ આપણા શરીરમાં કેટલું આયર્ન હોય છે?

સામાન્ય રીતે એક સ્વસ્થ પુખ્ત વયના વ્યક્તિના શરીરમાં સરેરાશ 3 થી 5 ગ્રામ જેટલું આયર્ન મોજૂદ હોય છે.

શરીરના કુલ લોહતત્વનો મોટાભાગનો હિસ્સો 'હિમોગ્લોબિન' માં રહેલો હોય છે

આ હિમોગ્લોબિન ફેફસાંમાંથી ઓક્સિજન મેળવીને લોહીના પ્રવાહ દ્વારા આખા શરીરમાં સપ્લાય કરે છે.

આયર્નની વધુ પડતી ઉણપથી એનિમિયા, ચક્કર આવવા, થાક લાગવો અને સામાન્ય ચાલવામાં પણ શ્વાસ ફૂલવા જેવી તકલીફો થાય છે.

આનાથી બચવા માટે આયર્નથી ભરપૂર સંતુલિત આહાર લેવો જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે