ડાયાબિટીસ એ એક રોગ છે જે સમગ્ર વિશ્વમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં પણ તેના કેસ ઝડપથી વધી રહ્યા છે જેના વિશે તાજેતરમાં જ ઝીરોધાના સંસ્થાપક નીતિન કામથે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ડાયાબિટીસ એક એવી બીમારી છે જેનો કોઈ ઈલાજ નથી. અહીં અમે તમને કેટલીક ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ જે તમને ડાયાબિટીસથી બચવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીસ બે પ્રકારના હોય છે. ટાઇપ-1 ડાયાબિટીસ અને ટાઇપ-2 ડાયાબિટીસ. ટાઇપ-1 ડાયાબિટીસમાં સ્વાદુપિંડ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવામાં અસમર્થ હોય છે. જ્યારે ટાઇપ-2 ડાયાબિટીસમાં શરીર ઓછી માત્રામાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરે છે અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. ડાયાબિટીસ સંપૂર્ણપણે મટાડી શકાતો નથી, પરંતુ કેટલીક ટિપ્સ અપનાવીને તેનું જોખમ ઘટાડી શકાય છે. હેલ્ધી ફૂડ ખાવાથી ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે. તમારા આહારમાં ફાઈબર, પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર ખોરાકનો સમાવેશ કરો. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ કસરત કરો.જો તમારું વજન વધારે છે તો તેને ઓછું કરવાનો પ્રયાસ કરો. જો તમને ડાયાબિટીસનું જોખમ હોય તો તમારા બ્લડ શુગર લેવલની નિયમિત તપાસ કરાવો. સ્ટ્રેસ ડાયાબિટીસને વધારી શકે છે. ધૂમ્રપાન ડાયાબિટીસનું જોખમ વધારે છે. તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો