વિટામિન B12 શરીરના વિકાસમાં મદદ કરે છે. તેની ઉણપ ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. શરીરમાં વિટામિન B12 ની ઉણપને કારણે હાડકાં અને સ્નાયુઓ નબળા પડી શકે છે. જેના કારણે ચાલવામાં તકલીફ પડી શકે છે. વિટામિન B12 ની ઉણપ મગજના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. તેની ઉણપ વિચારવાની અને સમજવાની શક્તિને ઓછી કરી શકે છે. વિટામિન B12 શરીરમાં લાલ રક્તકણો બનાવે છે. તેની ઉણપથી એનિમિયા એટલે કે લોહીની ઉણપની સમસ્યા થઈ શકે છે. શરીરમાં વિટામિન B12 ની ઉણપને પૂરી કરવી જરૂરી છે. તેની ઉણપને પૂરી કરવા માટે આ સફેદ પનીરને બાજરીની રોટલી સાથે ખાવાથી ફાયદો થાય છે. શરીરમાં વિટામિન B12 નું સ્તર વધારવા માટે, બાજરીના રોટલા સાથે પનીર ખાઓ. તેમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી પાચનતંત્ર પણ મજબૂત બને છે. બાજરીમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે અને પનીરમાં ઝિંક હોય છે. આ તત્વો રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, જે રોગો અને ચેપ સામે લડવામાં મદદ કરે છે.