ઘણા લોકો કોફી પીવાનું પસંદ કરે છે પરંતુ વધુ માત્રામાં કોફીનું સેવન સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. વધુ પડતી કોફી પીવાથી ઊંઘ ઓછી થાય છે જેના કારણે દિવસભર શરીર સુસ્ત રહે છે કોફી પીવાથી પણ એસિડિટીની સમસ્યા થઈ શકે છે આ સિવાય જે લોકો હાઈ બ્લડ પ્રેશરના દર્દી છે એવા લોકોએ પણ વધારે કોફી ન પીવી જોઈએ કેફીનનું વધુ પડતું સેવન કરવાથી હાડકાંને પણ નુકસાન થાય છે. વધુ પડતી કોફી પીવાથી ઓસ્ટીયોપોરોસીસ થઈ શકે છે આવી સ્થિતિમાં કોફીનું સેવન મર્યાદિત માત્રામાં જ કરો.