જો તમે પણ સોડા પીવાના શોખીન છો તો સાવધાન રહો, કારણ કે તે હાર્ટ હેલ્થ માટે જોખમી છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે. સ્વીડનમાં 70,000 પુખ્ત વયના લોકો પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સતત સોડા પીવાથી સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર, અનિયમિત ધબકારાનો ખતરો રહે છે સ્વીડનમાં હાથ ધરાયેલા આ અભ્યાસમાં સામેલ તમામ લોકોએ 1997 થી 2009 દરમિયાન આહાર સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા હતા. તેમાં પૂછવામાં આવ્યું હતું કે સોફ્ટ ડ્રિંક્સ એટલે કે સોડા, સુગર ડ્રિંક્સ, મધ, કેન્ડી-આઈસ્ક્રીમમાંથી કેટલી કેલરી મળે છે. 20થી વધુ વર્ષોના ફોલો-અપ પછી લગભગ 26,000 લોકો હૃદય રોગથી પીડાતા હતા. અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે સોફ્ટ ડ્રિંક પીનારા લોકોમાં આ જોખમ સૌથી વધુ જોવા મળે છે. સોફ્ટ ડ્રિંક્સ પીવાથી બ્લડ શુગર લેવલ ઝડપથી વધે છે જેના કારણે ઇન્સ્યુલિન હોર્મોનને વધુ કામ કરવું પડે છે. હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે જે યુવાનો સોડા કે સોફ્ટ ડ્રિંક વધુ પીવે છે તેમના માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે. Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો