બગીચામાં ખુલ્લા પગે ચાલવાથી આપણને તાજગીનો અનુભવ થાય છે પરંતુ હાલમાં જ એક નવા અભ્યાસમાં ખુલાસો થયો છે કે આપણી આસપાસની જમીનમાં ઘણા પ્રકારના બેક્ટેરિયા અને વાયરસ હોય છે આ વાયરસ આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક બની શકે છે. આ અભ્યાસ વર્જિનિયા ટેકના Xingqiu Liaoના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યો હતો આ અભ્યાસ નેચર કોમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો હતો અમેરિકામાં માટીના નમૂનાઓમાંથી લગભગ 600 લિસ્ટેરિયા જીનોમનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું જેમાં જાણવા મળ્યું હતું કે પર્યાવરણીય પરિબળો એન્ટિબાયોટિક-પ્રતિરોધક જનીનોના ફેલાવાને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું છે કે માટીમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસ આપણા સ્વાસ્થ્ય માટે ઘણા જોખમો પેદા કરી શકે છે. અભ્યાસ મુજબ, માટીમાં રહેલા બેક્ટેરિયા એન્ટિબાયોટિક પ્રતિકારનું કારણ બની શકે છે જેના કારણે આપણા શરીરમાં એન્ટિબાયોટિકની અસર ઓછી થાય છે. જ્યારે માટીના વાયરસ શરીરમાં વાયરલ ઈન્ફેક્શન વધારી શકે છે. Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો