શરીરમાં વિટામિન B12 ની ઉણપને કારણે હાડકાં નબળાં પડી શકે છે. આ સિવાય માનસિક સમસ્યાઓ થઈ શકે છે. વિટામિન B12 શરીરમાં લાલ રક્તકણો બનાવે છે. તેની ઉણપથી એનિમિયા એટલે કે લોહીની ઉણપની સમસ્યા થઈ શકે છે. શરીરમાં વિટામિન B12 ની ઉણપને પૂરી કરવી જરૂરી છે. તેની ઉણપ પૂરી કરવા માટે આ લીલા શાકભાજીનો સૂપ પીવો. શરીરમાં વિટામિન B12નું સ્તર વધારવા માટે પાલકનો સૂપ પીવો. પાલકમાં વિટામિન B12 ભરપૂર માત્રામાં હોય છે. પાલકના સૂપમાં વિટામિન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. પાલકનો સૂપ પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે રોગો અને ચેપનું જોખમ ઘટાડી શકે છે. પાલકના સૂપમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય છે. પાલકો સૂપ પીવાથી પાચનતંત્રમાં સુધારો થાય છે, જેનાથી કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ દૂર થાય છે.