શારીરિક સ્વાસ્થ્ય માટે કિડનીને કુદરતી રીતે સ્વચ્છ રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે શરીરમાંથી ઝેરી પદાર્થો અને એક્સ્ટ્રા લિક્વિડને બહાર કાઢે છે જેનાથી બ્લડ પ્રેશર, ઇલેક્ટ્રોલાઇટ સંતુલન અને શરીરના અન્ય ખૂબ જ મહત્વપૂર્ણ કાર્યો ચાલુ રહે છે. જો કિડની સાફ ન રહે તો આપણા શરીરમાં ઝેરી તત્વો જમા થવા લાગે છે જેના કારણે કિડનીમાં પથરી,ઈન્ફેક્શન અને કિડની ફેલની સમસ્યાઓ થઈ શકે છે. કિડનીને સ્વચ્છ અને સ્વસ્થ રાખવા માટે તેની નેચરલી સફાઇ કરવી જરૂરી છે આ માટે કેટલાક ફળો છે જે તમારી કિડનીને કુદરતી રીતે સ્વચ્છ અને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થઈ શકે છે. ક્રેનબેરી યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને રોકવામાં મદદરૂપ છે. તેમાં હાજર એન્ટી-ઓક્સિડન્ટ્સ કિડનીને ઈન્ફેક્શનથી બચાવે છે અને સાફ કરવામાં મદદરૂપ થાય છે. બ્લુબેરીમાં એન્થોસાયનિન મળી આવે છે. જે એન્ટીઓક્સીડેન્ટનો ઉત્તમ સ્ત્રોત છે. તે કિડનીમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. સ્ટ્રોબેરીમાં વિટામિન સી અને એન્ટી-ઓક્સીડેન્ટ હોય છે જે કિડનીના સ્વાસ્થ્યને સારુ રાખે છે. તરબૂચમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં અને કિડનીમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. સફરજનમાં સારી માત્રામાં ફાઈબર હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે. પાઈનેપલમાં બ્રોમેલિન નામનું એન્ઝાઇમ હોય છે જે કિડનીને સ્વસ્થ બનાવે છે સાઇટ્રિક એસિડથી ભરપૂર લીંબુનો રસ કિડનીમાં સ્ટોન બનવાની શક્યતાને ઘટાડે છે. નારંગી- નારંગી વિટામિન સી અને પોટેશિયમનો સારો સ્ત્રોત છે, જે કિડનીના કાર્યમાં મદદ કરે છે અને ઝેરી પદાર્થોને દૂર કરે છે. દાડમમાં સારી માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ અને પોટેશિયમ હોય છે, જે કિડનીના ઝેરી તત્વોને દૂર કરવામાં મદદ કરે છે તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો