મોડી રાત સુધી ફોનનો ઉપયોગ કરવાથી અને તેને તમારી પાસે રાખીને સૂવાથી તમારી ઊંઘ ખરાબ થઈ શકે છે

રાત્રે ફોન તમારી નજીક હોવાને કારણે તમારો સ્ક્રીન ટાઇમ વધી શકે છે, જે સીધી રીતે ઊંઘમાં ખલેલ પહોંચાડે છે

ફોનમાંથી નીકળતી વાદળી રોશની શરીરના ઊંઘ લાવવા માટેના જરૂરી હોર્મોન 'મેલાટોનિન'ના ઉત્પાદનમાં અવરોધ ઊભો કરી શકે છે.

ફોનને તકિયાની નીચે રાખીને સૂવાથી ફોન ઓવરહીટ થઈ શકે છે.

ફોનમાંથી નીકળતું રેડિયેશન લાંબા ગાળે મગજના કોષોને નકારાત્મક રીતે પ્રભાવિત કરી શકે છે

સૂતી વખતે ફોનના નોટિફિકેશન, અવારનવાર આવતા કોલ અથવા વાઇબ્રેશન તમારી ગાઢ ઊંઘને વારંવાર તોડી શકે છે.

રાત્રે ફોનને તમારા પલંગથી ઓછામાં ઓછો 1 થી 2 મીટરના અંતરે દૂર રાખવો જોઈએ.

રાત્રિ દરમિયાન સારી ઊંઘ આવે તે માટે ફોનને સાઇલેન્ટ મોડ પર રાખવો વધુ યોગ્ય છે

સ્વાસ્થ્ય સારું રાખવા અને ગુણવત્તાયુક્ત ઊંઘ માટે રાત્રે ફોનનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે