કાશ્મીરથી લઇને હિમાચલપ્રદેશમાં છવાઇ બરફની ચાદર જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલપ્રદેશમાં ભારે બરફવર્ષા થઇ હવામાન વિભાગે બે-ત્રણ દિવસ બરફવર્ષાની આગાહી કરી કાશ્મીરથી ઉત્તરાખંડ સુધી બરફવર્ષાથી રસ્તાઓ થયા બંધ પર્વતોમાં બરફની ચાદર છવાઇ ત્રણેય રાજ્યોમાં ભારે બરફવર્ષા થતા જનજીવન અસ્તવ્યસ્ત ભારે બરફવર્ષાથી લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે. તમામ હિલ સ્ટેશનો પર બરફવર્ષા થતા પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. શ્રીનગર-જમ્મુ હાઇવે કાજીગુંડ પાસે બંધ છે. શ્રીનગર એરપોર્ટ પર બરફ જામી ગયો હતો. બદ્રિનાથ હાઇવે પણ બંધ કરવામાં આવ્યો હતો. બદ્રિનાથમાં ત્રણ ફૂટ સુધી બરફ પડ્યો હતો.