જો તમે PAN ને આધાર સાથે લિંક કર્યું છે, તો તમે ઘરે બેસીને પણ જાણી શકો છો કે PAN કાર્ડ એક્ટિવ છે કે નહીં.
જો તમે PAN ને આધાર સાથે લિંક કર્યું છે, તો તમે ઘરે બેસીને પણ જાણી શકો છો કે PAN કાર્ડ એક્ટિવ છે કે નહીં.
આ તપાસવા માટે, તમે આવકવેરા વિભાગની વેબસાઈટ incometaxindiaefiling.gov.in પર જાઓ.
હવે (Know your PAN) ના વિકલ્પ પર ક્લિક કરો, આમાં તમને કેટલીક વિગતો પૂછવામાં આવશે, તમારે તે ભરવાની રહેશે.
આ પછી તમારા રજિસ્ટર્ડ નંબર પર એક OTP આવશે. ત્યારબાદ તમારે OTP સબમિટ કરવાનો રહેશે.
આ પછી, રિમાર્કમાં લખવામાં આવશે કે તમારું PAN કાર્ડ સક્રિય છે કે નહીં.
તમે SMS દ્વારા તમારી સ્થિતિ પણ ચકાસી શકો છો કે તમારું PAN લિંક છે કે નહીં.
મેસેજ બોક્સમાં IDPAN < 12 અંકનો આધાર નંબર> < 10 અંકનો પાન કાર્ડ નંબર લખો. આ પછી 567678 અથવા 56161 પર મેસેજ મોકલો.
જો તમારી પાસે PAN-Aadhaar લિંક છે, તો તમને સ્ક્રીન પર આ મેસેજ મળશે. આધાર... ITD ડેટાબેઝમાં પહેલાથી જ PAN (નંબર) સાથે સંકળાયેલું છે. અમારી સેવાઓનો ઉપયોગ કરવા બદલ આભાર.
જો PAN-Aadhaar લિંક નથી, તો તમને સ્ક્રીન પર આ મેસેજ મળશે. આધાર... ITD ડેટાબેઝમાં PAN (નંબર) સાથે સંકળાયેલ નથી.