અફઘાનિસ્તાન સામે ત્રીજી ટી20માં ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 212 રન બનાવ્યા હતા.

રોહિત શર્માએ 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 તોતિંગ છગ્ગાની મદદથી શાનદાર 121 રન બનાવ્યા હતા અને નોટ આઉટ રહ્યો હતો.

સદી ફટકારવાની સાથે જ રોહિત શર્માએ મોટો રેકોર્ડ બનાવ્યો હતો.

તે ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સદી ફટકારનારો પ્રથમ બેટ્સમેન બની ગયો હતો.

આ સિવાય રોહિતે T20I માં ભારત માટે ચોથો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો

રોહિત શર્મા અને રિંકુ સિંહે ભારત તરફથી ટી20 ઈન્ટરનેશનલમાં કોઈપણ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી નોંંધાવી હતી

રોહિત શર્મા અને રિંકુ સિંહની જોડીએ 190 રનની પાર્ટનરશિપ કરીને ઈતિહાસ રચ્યો હતો

રોહિત શર્મા અને રિંકુ સિંહે એક જ ઓવરમાં 36 રન લઈને અન્ય એક રેકોર્ડની બરાબરી કરી હતી

2007મા યુવરાજ સિંહે સ્ટુઅર્ટ બ્રોડની ઓવરમાં 36 રન બનાવ્યા હતા



2021માં કિરોન પોલાર્ડે શ્રીલંકા સામે એક જ ઓવરમા 36 રન બનાવ્યા હતા



Thanks for Reading. UP NEXT

ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સીરિઝમાં પુજારાની ફરી અવગણના

View next story