BCCI એ ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચો માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે

જેમાં ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને વિકેટકીપર ઈશાન કિશનનો સમાવેશ કરવામાં આવ્યો નથી

પ્રથમ બે ટેસ્ટ માટે જાહેર થયેલી ટીમમાં ચેતેશ્વર પૂજારાનો પણ સમાવેશ કરાયો નથી

સાઉથ આફ્રિકા સામે યુવા બેટ્સમેનો નિષ્ફળ ગયા ત્યારે પુજારાએ ઘરેલુ ક્રિકેટમાં બેવડી સદી ફટકારી ટીમમાં પરત ફરવા દરવાજો ખખડાવ્યો હતો

જોકે તેમ છતાં તેની પસંદગી કરવામાં આવી નથી
જેને લઈ તેની કરિયર પર પૂર્ણ વિરામ લાગી ગયું હોવાનું માનવામાં આવે છે


શમી આ દિવસોમાં ઈજા સાથે સંઘર્ષ કરી રહ્યો છે, જેના કારણે તે
દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતનો ભાગ બની શક્યો નહોતો


શમીને ઈંગ્લેન્ડ સામેની હોમ ટેસ્ટ સિરીઝમાં પણ ટીમ ઈન્ડિયાનો ભાગ બનાવવામાં આવ્યો નથી

રોહિત શર્મા સાથે કોઈ ઓપનિંગ કરશે તેને લઈ નજર રહેશે

યશસ્વી જયસ્વાલને ફરી એકવાર ભારતનો ભાગ બનાવવામાં આવ્યો. વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને પણ તક મળી છે.



મુકેશ કુમાર પણ ફરી એકવાર ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો. બુમરાહને કેપ્ટન રોહિત શર્માનો ડેપ્યુટી બનાવવામાં આવ્યો હતો.