મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમ 49 ઓવરમાં 269 રન બનાવીને ઓલઆઉટ થઈ હતી. સીરિઝમાં પ્રથમ વખત ભારતીય ઓપનર્સે શાનદાર શરૂઆત અપાવી હતી. ટીમ ઈન્ડિયાના મિડલ ઓર્ડરમાં બેટ્સમેનો સેટ થયા બાદ લાંબી ઈનિંગ ન રમી શક્યા. સૂર્યુકમાર યાદવનું કંગાળ ફોર્મ ભારતને ભારે પડ્યું, ત્રણ મેચમાં એક પણ રન બનાવ્યા વગર પેવેલિયન પરત ફર્યો. સીરિઝમાં ભારતના લોઅર ઓર્ડરના બેટ્સમેનો ધાર્યા મુજબનો દેખાવ ન કરી શક્યા. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિથે શાનદાર કેપ્ટનશિપ કરીને ભારતીય બેટ્સમેનોને સેટ થઈને મોટી ઈનિંગ ન રમવા દીધી. ત્રીજી વન ડેમાં ઓસ્ટ્રેલિયાના પૂંછડીયા બેટ્સમેનોને જલદી આઉટ ન કરી શક્યા. તમામ તસવીર સૌજન્યઃ આઈસીસી ટ્વિટર