આઈસીસી વનડે વર્લ્ડકપ 2023માં આજે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઈનલ મુકાબલો છે

મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું છે.

આ મેચને તમે ડિઝ્ની પ્લસ હોટસ્ટારથી ફ્રીમાં જોઈ શકો છો

ડિઝની પ્લસ હોટસ્ટાર પર અત્યાર સુધીમાં એક સાથે 5.3 કરોડ લોકો મેચ જોઈ ચુક્યા છે

આટલી મોટી વ્યૂઅરશિપ કંપનીએ વર્લ્ડકપની સેમિ ફાઇનલમાં મેચમાં હાંસલ કરી હતી, જેમાં ભારત અને ન્યુઝીલેન્ડની ટક્કર થઈ હતી

હવે જોવાનું રહે છે કે આજે વ્યૂઅરશિપનો આ રેકોર્ડ તૂટે છે કે નહીં

કંપનીને આશા છે કે આજની મેચમાં 5.5 કરોડથી વધારે દર્શકો એક સાથે જોડાશે

આ પહેલા કંપનીને 4.3 કરોડની રેકોર્ડ વ્યૂઅરશિપ મળી હતી

ડિઝની પ્લસ હોટસ્ટાર માત્ર મોબાઇલ પર ફ્રી સ્ટ્રીમિંગ ઓફર કરી રહ્યું છે જો તમે ટીવી કે લેપટોપ પર મેચનો આનંદ લેવા માંગતા હો તો સબસ્ક્રિપ્શન ખરીદવું પડશે