નાગપુરમાં રમાયેલી બીજી T20 વરસાદના કારણે મોડી શરૂ થઈ હતી. 8 - 8 ઓવરની મેચમાં ભારતની કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ લીધી હતી. ભારતે ટીમમાં ઉમેશ યાદવ અને ભુવનેશ્વર કુમારના બદલે બુમરાહ અને પંતને સામેલ કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ 8 ઓવરમાં 90 રન બનાવ્યા હતા. ભારત તરફથી બોલિંગમાં અક્ષર પટેલે શાનદાર બોલિંગ કરી અને તેની બે ઓવરમાં માત્ર 12 રન આપીને 2 વિકેટ લીધી. ઓસ્ટ્રેલિયાએ મેથ્યુ વેડના અણનમ 43 રનની મદદથી 8 ઓવરમાં 90 રન બનાવ્યા હતા ભારત તરફથી રોહિતે 20 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અણનમ 46 રનની ઇનિંગ રમી હતી. છેલ્લી ઓવરમાં દિનેશ કાર્તિકે એક સિક્સર અને ફોર ફટકારીને ટીમ ઈન્ડિયાને ચાર બોલ પહેલા જ જીત અપાવી હતી. હાલ ત્રણ મેચની ટી20 સીરિઝ 1-1થી સરભર છે. રવિવારે અંતિમ ટી20 રમાશે.