IND vs AUS : આ ખેલાડીઓ પર રહેશે નજર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી ટેસ્ટ સીરિઝ શરૂ થશે. બંને ટીમો આ સીરિઝમાં 4 ટેસ્ટ મેચ રમશે. આ સીરિઝમાં કેટલાક ખેલાડીઓ પર ખાસ નજર રહેશે, જેમાં કેટલાંક આમને-સામને રહેશે ટીમ ઈન્ડિયા તરફથી વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયા તરફથી કમિંસનો જંગ મજેદાર રહેશે. કમિંસે કોહલીને 5 વખત આઉટ કર્યો છે ઓસ્ટ્રેલિયા પાસે સ્ટીવ સ્મિથ છે તો ભારત પાસે રવિચંદ્રન અશ્વિન છે. અશ્વિને તેને 6 વખત આઉટ કર્યો છે ઓસ્ટ્રેલિયા માટે જાડેજાનો સામનો કરવા મુશ્કેલ હશે. તેણે કાંગારુ ટીમ સામે 63 વિકેટ લીધી છે. રવિચંદ્નન અશ્વિનની નજર ડેવિડ વોર્નર પર રહેશે. અશ્વિને વોર્નરને 10 વખત આઉટ કર્યો છે. ભારતની દીવાલ ચેતેશ્વર પુજારા અને ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લાયન વચ્ચે મુકાબલો રોચક રહેશે. લાયને પુજારાને 10 વખત આઉટ કર્યો છે. રવિન્દ્ર જાડેજા પાંચ મહિના બાદ ટીમ ઈન્ડિયામાં કમબેક કરશે.