રાંચીમાં રમાયેલી બીજી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ટોસ જીત્યો હતો. ટોસ જીતીને સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગનો ફેંસલો કર્યો હતો. હેન્ડ્રિક્સે 76 બોલમાં 9 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 74 રન બનાવ્યા હતા માર્કરામે 89 બોલમાં 7 ફોર અને એક સિક્સની મદદથી 79 રન બનાવતા ભારતને જીતવા 279 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી મોહમ્મદ સિરાજે 3, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, કુલદીપ યાદવ અને શાર્દુલ ઠાકુરે 1-1 વિકેટ ઝડપી હતી. ઇશાન કિશને માત્ર 84 બોલમાં 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ઈશાને પોતાના હોમ ગ્રાઉન્ડ પર 4 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. યસ અય્યરે 111 બોલમાં 15 ચોગ્ગાની મદદથી અણનમ 113 રન બનાવ્યા હતા આ જીતમાં શ્રેયસ અય્યર અને ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી હતી અને ભારતની આ જીતના હીરો રહ્યા હતા. જીત સાથે સિરીઝ 1-1થી બરાબર થઈ છે. હવે સિરીઝની નિર્ણાયક મેચ 11 ઓક્ટોબરે દિલ્હીમાં રમાશે.