ત્રીજી ટી-20માં ઓસ્ટ્રેલિયાએ ટિમ ડેવિડ અને કેમેરોન ગ્રીનની અડધી સદીની મદદથી સાત વિકેટે 186 રન બનાવ્યા હતા. કેમેરોન ગ્રીને ભારત સામે સૌથી ઝડપી અડધી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારત તરફથી અક્ષર પટેલે 3 વિકેટ લીધી હતી. સીરિઝમાં શાનદાર દેખાવ બદલ પ્લેયર ઓફ ધ સીરિઝ જાહેર થયો હતો ઓસ્ટ્રેલિયા તરફથી મળેલા 187 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે સૂર્યકુમાર અને વિરાટ કોહલીની 104 રનની ભાગીદારીથી જીત મેળવી હતી. વિરાટ કોહલીએ48 બોલમાં , ચાર સિક્સર, ત્રણ ફોર સાથે 63 રન બનાવ્યા હતા. સૂર્યકુમાર કોહલીએ 36 બોલમાં પાંચ સિક્સ, પાંચ ફોર સાથે 69 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યાએ પણ અણનમ 25 રનની ઇનિંગ રમી હતી. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટી-20 શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ભારતે 9 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે T20 શ્રેણી જીતી હતી. ભારત હવે સાઉથ આફ્રિક સામે ટી-20 શ્રેણી રમશે.