બીજી ટી-20માં સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. ભારતના ઓપનરોએ પ્રથમ વિકેટ માટે 96 રનની ભાગીદારી કરી હતી. કે.એલ. રાહુલે 28 બોલમાં 57 રનની ઈનિંગ રમી હતી. જેને લઈ તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 61 રનની તોફાની ઈનિંગ રમી હતી. વિરાટ કોહલી 28 બોલમાં 49 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો. ટીમ ઈન્ડિયાએ પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટે 237 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમ ડેવિડ મિલરની તોફાની સદીના કારણે નિર્ધારિત ઓવરમાં 221 રન જ બનાવી શકી હતી. મિલરે 106 રન બનાવી નોટ આઉટ રહ્યો હતો ક્વિન્ટન ડી કોકે 48 બોલમાં 69 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી. બંનેની ઇનિંગ્સ પણ આફ્રિકન ટીમને જીત અપાવી શકી ન હતી અને ભારતે 16 રને મેચ જીતી લીધી હતી. આ સાથે ઘરઆંગણે રમીને ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા સામે T20 સિરીઝ જીતી.