સચિન તેંડુલકરે વન ડેમાં સૌથી પ્રથમ બેવડી સદી ફટકારી હતી. 2010માં ગ્વાલિયરમાં સાઉથ આફ્રિકા સામે 200 રનની ઈનિંગ રમી હતી.
સચિન બાદ સેહવાગે 2011માં ઈન્દોરમા વેસ્ટ ઈન્ડિઝ સામે 219 રનની ઈનિંગ રમી હતી.
રોહિત શર્માએ 2013માં બેંગ્લુરુમાં ઓસ્ટ્રેલિયા સામે 209 રન, 2014માં શ્રીલંકા સામે કોલકાતામાં 264 રન અને 2017માં ફરી શ્રીલંકા સામે મોહાલીમાં 208 રનની ઈનિંગ રમ્યો હતો.
ક્રિસ ગેઈલે 2015માં ઝિમ્બાબ્વે સામે 215 રનની ઈનિંગ રમી હતી.
ન્યુઝીલેન્ડના માર્ટિંન ગપ્ટિલે 2015માં વેસ્ટ ઈન્ડિઝ સામે 237 રનની ઈનિંગ રમી હતી.
પાકિસ્તાનના ફખર જમાને ઝિમ્બાબ્વે સામે 2018માં 210 રનની ઈનિંગ રમી હતી
2022માં ઈશાન કિશને બાંગ્લાદેશ સામે 210 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી.
18 જાન્યુઆરી, 2023ના રોજ શુબમન ગિલે હૈદરાબાદમાં ન્યુઝીલેન્ડ સામે 208 રનની ઈનિંગ રમી.